News And Events

ધ ગ્રેટર બોમ્બે વર્ધ.સ્થા. જૈન મહાસંઘ

સંચાલિત

માતુશ્રી મણીબેન મણશી ભીમશી છાડવા ધાર્મિક શિક્ષણ બોર્ડ

આયોજિત

પાલનપુર નિવાસી માતુશ્રી પુષ્પાબેન કેશવલાલ મોદી પ્રેરિત 

2022

ઈનામી મેળાવડો અને જ્ઞાનદાતા સન્માન સમારોહ

શ્રી વર્ધ.સ્થા.જૈન સંઘ વિલે પાર્લે (વે) ના આંગણે તા.17/04/22 ના રવિવારે

ઋણ સ્વીકાર,આભારવિધિ &  ક્ષમાપના

·       શ્રી લીંબડી અજરામર સંપ્રદાયના .પૂ.શ્રી ધૈર્યમુનિ .સાહેબ,.પૂ.શ્રી ઉજ્જવલકુમારીજી .જી ના સુશિષ્યા પ્રવર્તિનીજી .પૂ.શ્રી અનિલાજી .જી ના આજ્ઞાનુવર્તી .પૂ.શ્રી ચેતનાજી .જી, .પૂ.શ્રી હિતસ્વિનીજી .જી આદિ સતીવૃંદ ની નિશ્રામાં તેમના મંગલાચરણ તેમજ તેમના આશીર્વચન થી કાર્યક્રમની  મંગલ શરૂઆત થઈ.

·       છાયાબેન કોટીચાના સુસંચાલનથી કાર્યક્રમનો દોર આગળ ચાલ્યો. ધાર્મિક શિક્ષણ બોર્ડના નવા શાસનપ્રેમી અને ઉત્સાહી પ્રમુખશ્રી સમીરભાઈ શેઠ સમારોહનું પ્રમુખસ્થાન સંભાળી મહાસંઘના શ્રી ખીમજીભાઇ છાડવાવિલેપાર્લે શ્રી સંઘના પ્રમુખ શ્રીમતી શંકુતલાબેન મહેતા, શ્રી ચંદુભાઈ દોશી શ્રી ગીરીશભાઈ દેસાઈ, શ્રી જગદીશભાઈ જોંશા, શ્રી મિલનભાઈ અજમેરા, શ્રી ઉમેશભાઈ સંઘવી આદિ ઉપસ્થિત મહાનુભાવો તેમજ બોર્ડના પૂર્વ પ્રમુખશ્રી જશવંતભાઇ જોબલીઆ વગેરેનું સ્વાગત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો.

·       સર્વનું સ્વાગત કરતા જ્ઞાનદાતા, રૅન્કર્સ, ૧૬મી શ્રેણી પાસ કરનાર જ્ઞાનપિપાસુ આત્માઓ, શ્રી વિલેપાર્લા સંઘ અને ધાર્મિક શિક્ષણ બોર્ડ કમીટી મેમ્બર્સ ની ખૂબ ખૂબ અનુમોદના કરી. ધાર્મિક શિક્ષણ બોર્ડને ગ્લોબલ લેવલ પર તેમજ એક નવી ઊંચાઈ પર લઈ જવા બોર્ડ નવા નવા પ્રકલ્પો પર કાર્ય કરી રહ્યું છે તેની જાણકારી આપી. વધુમાં વધુ લોકો પરમાત્મા મહાવીર આપેલું જ્ઞાન પ્રાપ્ત કરી, એકઝામ આપી માનવ ભવ સફળ કરે એવી જ્ઞાનદાતા ને  પ્રેરણા કરી.

·       છેલ્લી ત્રણ પરીક્ષાના પરિણામોની યાદી મુજબ પ્રથમ ક્રમાંક લાવનાર રેન્કરોને કવર, 16 શ્રેણી પૂર્ણ કરનારને ચંદ્રક અને જ્ઞાનદાતા ને કવર આપી બહુમાન કરવામાં આવેલ. અહીંયા ઉલ્લેખનીય છે કે એક નવી પદ્ધતિથી સર્વેનું બહુમાન ટૂંક સમયમાં કરવામાં આવ્યું જેથી દરેક જણા પ્રોગ્રામને માણી શક્યા અને એક  અવિસ્મરણીય અને ઐતિહાસિક માહોલ સર્જાયો તેમજ વિદ્યાર્થીઓને અપાતા પ્રોત્સાહન માં વર્ષથી નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો.

·       પરીક્ષા કમિટી,પરીક્ષા પેપર સેટ કરનાર,ચેક કરનાર,સુપરવાઈઝર તરીકે સેવા આપનાર સૌનો ખૂબ ખૂબ આભાર.

·       હાજર રહેલા 350 જેટલાં જ્ઞાનદાતા અને રેન્કરોનો ખૂબ ખૂબ આભાર

·       આયોજન અને ભોજન ની સુંદર વ્યવસ્થા કરનાર વિલેપાર્લે શ્રી સંઘ અને શ્રી અભયભાઈ મેનેજર નો ખૂબ ખૂબ આભાર.

·       આયોજનને સફળ બનાવનાર સર્વેનો ખૂબ ખૂબ આભાર..

·       આયોજન દરમિયાન કંઈ પણ ભૂલચુક થઈ હોય તો અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ

 

View Photos

 

2019

ઈનામી મેળાવડો અને જ્ઞાનદાતા સન્માન સમારોહ

શ્રી વર્ધ.સ્થા.જૈન સંઘ વિલે પાર્લે (વે) ના આંગણે તા.10/11/19 ના રવિવારે

ઋણ સ્વીકાર,આભારવિધિ &  ક્ષમાપના

·       શ્રી ગોંડલ સંપ્રના શાસન રત્ન રાષ્ટ્ર્રસંત પ.પૂ.નમ્રમુનિ મ.સા. આજ્ઞાનુવર્તિની વિરલપ્રજ્ઞા પ.પૂ.વિરમતીજી મ.સ. અને ડૉ.પ.પૂ આરતીજી મ.સ.ના આશીર્વચનથી મંગલ શરૂઆત થઈ..

·       છાયાબેન કોટીચાના સુસંચાલનથી કાર્યક્રમનો દોર આગળ ચાલ્યો . CSB ના પ્રમુખશ્રી ડૉ.સંજયભાઇ સંઘવીએ સમારોહનો પ્રમુખસ્થાન સંભાળી સર્વનું સ્વાગત કરતા જણાવ્યું કે મહાસંઘ ના પ્રમુખ શ્રી પરાગભાઇ શાહ MLA તરીકેની ફરજ બજાવતા હોવાથી આવી નથી શક્યા સાથે સાથે વિલેપાર્લે શ્રી સંઘના નવનિર્વાચિત મહિલા પ્રમુખ શ્રી શંકુતલાબેનને અભિનંદન પાઠવી તેઓનું માનભેર સ્વાગત કર્યું.

·       મહાસંઘના શ્રી રશ્મિકાન્ત દેસાઈશ્રી મનુભાઈ તુરખીયાશ્રી ગીરીશભાઈ દેસાઈ,શ્રી નિશિતભાઇ તુરખીયા વગેરે આગેવાનો ની હાજરી તેમ જ બોર્ડના પૂર્વ પ્રમુખશ્રી જશવંતભાઇ જોબલીઆવિલેપાર્લે શ્રી સંઘના સુશ્રાવક શ્રી યોગેનભાઈ લાઠીયાચંદ્રકાન્તભાઇ દોશી વગેરેનું સ્વાગત

·       THE GB અને CSB ના પૂર્વ પ્રમુખોના અમૂલ્ય યોગદાનને યાદ કરી ઊર્મિબેન શાહે સંક્ષિપ્તમાં મહાસંઘ અને ધાર્મિક શિક્ષણ બોર્ડ ના ઇતિહાસ ના સોનેરી પૃષ્ઠો રજુ કર્યા..

·       શ્રી નીતિનભાઈ કોઠારી,શ્રી ચિરાગભાઈ શાહ અને મીનલબેનના અથાગ પરિશ્રમથી તૈયાર થયેલ શ્રેણી પરીક્ષાના પરિણામોની યાદી મુજબ પ્રથમ ક્રમાંક લાવનાર રેન્કરોને કવર અને 16 શ્રેણી પૂર્ણ કરનારને ચંદ્રક દ્વારા શ્રી યોગેનભાઈ લાઠીયાવિલેપાર્લે શ્રી સંઘના સુશ્રાવકો તેમજ CSB બોર્ડની કમિટીના હસ્તે બહુમાન આપવામાં આવેલ.. સર્વેનો ખૂબ ખૂબ આભાર

·       પરીક્ષા કમિટી,પરીક્ષા પેપર સેટ કરનાર,ચેક કરનાર,સુપરવાઈઝર તરીકે સેવા આપનાર સૌનો ખૂબ ખૂબ આભાર.

·       ઓગષ્ટના સર્વે પરીક્ષાર્થીઓના સર્ટિફિકેટ આપવામાં આવેલ

·       હાજર રહેલા 300 જેટલાં જ્ઞાનદાતા અને રેન્કરોનું ખૂબ ખૂબ આભાર…

·       હાજર રહેલા જ્ઞાનદાતાનું પણ બહુમાન CSB દ્વારા કરવામાં આવેલ

·       વિલેપાર્લે શ્રી સંઘના પ્રમુખશ્રી કિશોરભાઈ સંઘવી ની શાસનસેવાને યાદ કરી તેઓના આત્માશ્રેયાર્થે એક મિનિટ મૌન સાથે નવકાર સ્મરણ કરવામાં આવ્યું

·       શ્રુતજ્ઞાનદાતા & શ્રુતજ્ઞાનશ્રોતાની અનુમોદના કરનાર શ્રી યોગેનભાઈ લાઠીયાનો ખૂબ ખૂબ આભાર..

·       ભાવતા ભોજન અને આયોજન ની સુંદર વ્યવસ્થા કરનાર વિલેપાર્લે શ્રી સંઘ નો ખૂબ ખૂબ આભાર.

·       આયોજનને સફળ બનાવનાર સર્વેનો ખૂબ ખૂબ આભાર..

·       આયોજન દરમિયાન કંઈ પણ ભૂલચુક થઈ હોય તો અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ

View Photos

 


 2017

ઈનામી મેળાવડો અને જ્ઞાનદાતા સન્માન સમારોહ

Thane

ઋણ સ્વીકાર,આભારવિધિ &  ક્ષમાપના

 

image1

જૈન પાઠાવલી શ્રેણી ૨૧ ના પુસ્તક નું વિમોચન નો સમારંભ 

image1
image2
image3
image4