Exam Rules

વાર્ષિક પરીક્ષા સંબંધી નિયમો

(૧) એક સાથે બે શ્રેણીની પરીક્ષા આપી શકાય છે.
(૨) બે શ્રેણી આપનાર વચ્ચેની શ્રેણી છોડીને બે પરીક્ષા આપી શકે નહિ.
(૩) જે શિક્ષકોનો નામ શ્રી સંઘે મોકલેલ પરીક્ષાર્થીના લીસ્ટમાં હોય તેમને અમારી વતી થતી જાહેરાતો ના અન્ય વિગતો મોકલાવશે. શિક્ષકોના તાલીમ કેમ્પો વિ.માં હાજર રહેવું. લીસ્ટમાં શિક્ષક તરીકે જ્ઞાનદાતાનું જ નામ લખવું. મહિલામંડળ પ્રમુખ વિ. જો ચલાવતા હોય તો જ તેમનું નામ લખવું. શિક્ષક તાલિમ કેમ્પોમાં જે શિક્ષકો હાજર રહે તેમેનું યોગ્ય સન્માન થાય છે.
(૪) પરીક્ષાર્થી ગુજરાતી, હિન્દી કે અગ્રેજી કોઈપણ ભાષામાં પેપર લખી શકે છે.
(૫) બીજાની સહાયતાથી (રાઈટર) પણ જવાબપેપર લખાવી શકાય છે. તેમને જૈનશાળામાં પ્રથમ પાંચ નંબર અને મહિલામંડળમાં પ્રથમ ત્રણ નંબર અપાશે નહિ. જવાબ પેપેરમાં રાઈટરની મદદથી પેપર લખેલ છે તેમ લખવું. રાઈટર કોઈપણ વ્યક્તિ બની શકે.
(૬) ૧૬ વર્ષ સુધીની જે કુવારી વ્યક્તિ સ્થાનિક સંઘમાંથી પરીક્ષા આપશે તેનું નામ જૈનશાળામાં ગણાશે. તે ઉપરની વ્યક્તિને મહિલા મંડળમાં ગણાશે. દરેક પરિણિત મહિલા મહિલામંડળમાં ગણાશે.
(૭) પરીક્ષા આપનાર વ્યક્તિ અન્ય ક્ષેત્રમાં હોય જ્યાંથી બીજા પરીક્ષાર્થી પરીક્ષા આપવાના હોય તો તે સેન્ટરમાંથી પણ પરીક્ષા આપી શકે. એટલે કે જે વ્યક્તિને જે સેન્ટરમાંથી પરીક્ષા આપવી હોય ત્યાંથી પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા છે. તેમનું પરિણામ પોતાના સેન્ટર પર મોકલાશે.
(૮) પરીક્ષામાં કોઈપણ મુજવણ થાય તો સુપરવાઈઝરનો કે મુંબઈ ઓફિસે સંપર્ક કરવો.
(૯) પરીક્ષાના હોલમાં સુપરવાઈઝર તથા પરીક્ષાર્થીઓ જ હાજર રહી શકે. સ્થાનિક સંઘના કાર્યકરોની કદાચ સુપરવાઈઝરને જરૂર હોય તો મદદ લઇ શકે.
(૧૦) જે શિક્ષક વધુ મહેનત કરીને વધુ પરીક્ષાર્થીને તૈયાર કરશે તેમનું અલગથી બહુમાન કરાશે.
(૧૧) જો કોઈ નવા સંઘને પરીક્ષામાં જોડાવું હોય તો તેઓ પરીક્ષાના એક મહિના પહેલા મુંબઈ ઓફિસે સંપર્ક કરે.
(૧૨) પરીક્ષાર્થીના નામનું જે ફોર્મ મોકલવામાં આવે તે સંપૂર્ણ વિગત સહિત ભરીને વિગત અંગ્રેજીમાં પહેલી એ, બી, સી, ડી માં ભરી મોકલવું.
(૧૩) પરીક્ષા માટે સુપરવાઈઝર અમે ગોઠવીશ. જ્યાં અમે ન પહોંચી શકીએ ત્યાં આપે સુપરવાઈઝર ગોઠવવા.